Jun 20, 2015

જાણો…બેટરીનું આયુષ્ય વધારવા માટેની ટિપ્સ, હવે નહીં થાય બ્લાસ્ટ…!!

જાણો…બેટરીનું આયુષ્ય વધારવા માટેની ટિપ્સ, હવે નહીં થાય બ્લાસ્ટ…!!

આજના ટેકનોલોજીથી ભરેલા આધુનિક જમાનામાં દરેક કંપનીઓ સારી અને વધારે આયુષ્ય ધરાવતી બેટરી ગ્રાહકોને આપવા પ્રયાસ કરી છે. કેટલાક સ્માર્ટફોનમાં તો 4000mAhવાળી દમદાર બેટરી આવે છે જે લાંબા સમયનો બેકઅપ આપે છે. કેટલીકવાર એવું બને છે કે, બેટરી વધારે ગરમ થઇ જાય છે અને ફૂટી જાય છે. આવા સમયે યુઝર્સ પાસે બેટરીની લાઇફ વધારવા કે ફૂટતી અટકાવાની પુરતી માહિતી હોવી જરૂરી છે.

આજકાલ બેટરી ફૂટવાની ઘટના સામાન્ય બની ગઇ છે. તેમછતાં મોબાઇલ યુઝર્સ તેની સાવધાની રાખતા નથી. ચાર્જીંગ દરમિયાન, વાત કરતી વખતે અથવા તો ખિસ્સામાં રાખી હોય તેવા સમયે બેટરી ફૂટીને બ્લાસ્ટ થાય છે. નવી બેટરી હોય તો ફૂટવાના બનાવ ઓછા બને પરંતુ જો જૂની બેટરી હોય તો ગમે ત્યારે ફૂટવાના ચાન્સ રહે છે.

મોબાઇલની બેટરી ફૂટતી અટકવવા માટેની ટીપ્સ

– ઉંધવાના સમયે યુઝર્સે મોબાઇલ પોતાની પાસે ના રોખવો જોઇએ, તેને દુર રાખો.
– મોબાઇલ જ્યારે ચાર્જીંગમાં હોય ત્યારે કોલ રિસીવ કે ડાયલ કરવો નહીં.
– બેટરીને પુરેપુરી ચાર્જ ના કરો, હંમેશા 10 ટકા ખાલી રાખો.
– કેટલાક યુઝર્સ આખીરાત મોબાઇલ ચાર્જ કરે છે, જેથી મોબાઇલ ફૂટવાનો ચાન્સ વધી જાય છે.
– જે કંપનીનો મોબાઇલ છે, તે કંપનીનું જ ચાર્જર વાપરો, નકલીથી દુર રહો.
– જે કંપનીનો મોબાઇલ હોય તે કંપનીની જ બેટરી વાપરો, નકલી બેટરીથી સાવધાન રહો.
– મોબાઇલને ગરમ જગ્યાથી દુર રાખો કારણ કે, ઓવરહીટીંગથી બેટરી ગમે ત્યારે બ્લાસ્ટ થઇ શકે છે.

જો ડિવાઇસને લાંબા સમય સુધી બંધ રાખવાના હોય તો

જે તમે તમારા ડિવાઇસને લાંબા સમય સુધી બંધ રાખવા માંગતા હોય તો દેખી લો કે ડિવાઇસની બેટરી 50 ટકા ચાર્જ છે કે નહીં. પછી જ ડિવાઇસને 32 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચા તાપમાને રાખો જેથી ડિવાઇસને 6 મહિના સુધી તમે ચાર્જ રાખી શકો છો.

અલ્ટ્રાફાસ્ટ ચાર્જરનો ઉપયોગ ટાળો

અલ્ટ્રાફાસ્ટ ચાર્જરની મદદથી આપણે ડિવાઇસને ઝડપથી ચાર્જ કરી શકીએ છીએ પરંતુ આનાથી બેટરીનું આયુષ્ય જલ્દી ઓછું થઇ જાય છે. હંમેશા રેગ્યુલર ચાર્જર જ વાપરો. અલ્ટ્રાફાસ્ટ અને પોર્ટેબલ ચાર્જરથી બેટરીનો ટૉકટાઇમ અને સ્ટેન્ડબાય ટાઇમ પણ ઘટે છે.

બેટરીને ક્યારેય ફૂલ ડિસ્ચાર્જ ન થવા દો

સામાન્યરીતે આપણે બેટરીનું ચાર્જીંગ 40થી 80 ટકાની વચ્ચે રાખવાનું હોય છે. એટલે કે, ડિસ્ચાર્જ બેટરીને પહેલા 40 ટકા ચાર્જ કરો અને ત્યારબાદ તેનું ચાર્જીંગ બંધ કરી દો અને થોડીવાર બાદ 80 ટકા સુધીનું ચાર્જીંગ કરો.

ઓવર ચાર્જીંગ ના કરો

ફોનને ફૂલ ચાર્જ થયા બાદ તેને ચાર્જીંગમાંથી કાઢી દો, વધારે સમય સુધી ચાર્જીંગમાં ના રાખો. કારણ કે મોબાઇલ કંપનીઓએ ચાર્જીંગની જે ગાઇડલાઇન નક્કી કરેલી છે, તેના કરતા વધારે ચાર્જ થશે તો બેટરી ગમે ત્યારે ફૂટી શકે છે.

નકલી ચાર્જરનો ઉપયોગ ટાળો

નકલી અને સસ્તા ચાર્જર ગમે ત્યારે હાનિ પેદા કરે છે. કેટલીકવાર અચાનક બેટરી ફૂટવાની ઘટનાઓ બને છે. આવી ઘટનાઓ પાછળનું કારણ નકલી ચાર્જરનું વધારે હોય છે.

તાપમાનનો ખ્યાલ રાખો

મહત્વની વાત તો એ છે કે, જો તમે 0 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપરના તાપમાને રહેતા હોય તો બેટરીનું આયુષ્યુ ઓછું થઇ જાય છે. તેવી જ રીતે ખુબ ગરમીની અસર પણ ડિવાઇસ પર પડે છે. એટલા માટે આપણા ટેબલેટ કે ફોનને સુરજની ગરમીથી દુર રાખો.


કેટલીક કંપનીઓ બેટરીમાં ઓવરહીટ ફ્યૂઝ નથી લગાડતી

હાલના સમયમાં સ્માર્ટફોન સ્લિમ
થવા માંડ્યા છે, જેના કારણે બેટરી પણ પાતળી થવા લાગી છે. બેટરી પાતળી થવાથી બેટરીની અંદરની પોઝીટીવ અને નેગેટીવ પ્લેટ્સ માટે પુરતી જગ્યા નથી રહેતી. કેટલીકવાર કંપનીઓ બેટરી બનાવવા માટે યોગ્ય ગાઇડલાઇનનો ઉપોયગ નથી કરતી. કેટલીક કંપનીઓ પૈસા બચાવવાની લ્હાયમાં બેટરીમાં ઓવરહીટ ડિસકનેક્ટ સર્કિટ ફ્યૂઝ નથી લગાવતી.

જ્યારે બેટરીના બ્લાસ્ટથી આખુ ઘર સળગી ગયું

બેટરી ફૂટવાના કારણે એક વ્યક્તિનું આખું ઘર સળગી ગયાનો બનાવ બન્યો હતો. હોંગકોંગમાં એક વ્યક્તિ જ્યારે તેના મોબાઇલ ગેલેક્સી એસ-4માં ગેમ રમી રહ્યો હતો. ત્યારે ઘરમાં આગ લાગી અને તેને ગભરાઇને મોબાઇલ સોફા પર ફેંક્યો તેના કારણે આખા ઘરમાં આગ લાગી ગઇ. જોકે, આગ લાગ્યા બાદ તે પોતાની પત્ની અને પાલતુ જાનવરને લઇને બહાર નીકળી ગયો હતો. પરંતુ આ ઘટનાના કારણે તેનું આખું ઘર બળીને ખાખ થઇ ગયું હતું.

સાભાર: દિવ્ય ભાસ્કર.

तमारा गामनी वस्ती जाणो..

તમારા ગામની વસ્તી જાણવા click here

Jun 16, 2015

मु.शि./आ.शि./विधासहायकनी फरजो.....

મુખ્ય શિક્ષક/શિક્ષક/વિધાસહાયક બન્યા પછી પ્રશ્ર્નો થાય કે મુખ્ય શિક્ષક/શિક્ષક/વિધાસહાયક તરીકે આપણી ફરજો શુ છે? 
તો એ ફરજો જાણવા માટે અહિં PDF સ્વરુપે એક ફાઈલ મુકુ છુ.. જે આપ ડાઉનલોડ કરી વાચીને જાણી શકો છો.........
Pdf file dwnld  માટે.  click here

Jun 15, 2015

मासवार आय़ोजन...(1 to 8 gcert) & std-5 to 8 (sem1,2)

Mitro vacation puru thayu and school  chalu thai gai .....   to have aapne student's ne bhanava mate tamam subject  nu masvar aayojan ni jarur padse... .....   sdd-1 to 4 ma to pragna aavi gayu hase mate ahi  STD- 5 TO 8 NA 1,2,sem nu varshik aayojan pdf file ma muku chhu. ... je edumaterial site par thi medvel chhe...  to thanks to edumaterial....
>>>>>>>>
Dwnld karo.......

> Std 5 masvar aayojan...dwnld click here

>Std 6 masvar aayojan ....1 sem dwnld  //  2 sem dwnld

> Std 7 masvar aayojan.... 1 sem dwnld  //  2 sem dwnld

> Std 8 masvar aayojan.... 1 sem dwnld  //  2 sem dwnld


> GCERT દ્વારા જાહેર થયેલ નવા અભ્યાસક્રમનુ વાર્ષિક આયોજન..... DWNLD click here

Jun 11, 2015

સૂર્ય નમસ્કાર

                                   સૂર્ય નમસ્કાર એ યોગાસનો પૈકીનું સર્વશ્રેષ્ઠ આસન ગણાય છે. આ એક જ આસન તેનો અભ્યાસ કરનાર સાધકને સંપૂર્ણ યોગ વ્યાયામનો લાભ પહોંચાડવા માટે સમર્થ છે. સૂર્યનમસ્કારનો અભ્યાસ કરવાથી સાધકનું શરીર નિરોગી અને સ્વસ્થ થાય છે અને તેજસ્વીપણું વધે છે. 'સૂર્ય નમસ્કાર' સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન તથા વૃદ્ધ બધાયને માટે ઉપયોગી છે એમ દર્શાવવામાં આવ્યું છે.
સૂર્ય નમસ્કાર મંત્ર

સૂર્ય નમસ્કાર કરતી વેળા બાર મંત્ર ઉચ્ચારવામાં આવે છે. પ્રત્યેક મંત્ર બોલતી વખતે સૂર્યનાં અલગ અલગ નામ લેવામાં આવે છે. દરેક મંત્રનો એક જ સરળ અર્થ થાય છે કે- સૂર્યને (મારા) નમસ્કાર છે. સૂર્ય નમસ્કાર કરતી વેળાની બાર સ્થિતિઓ અથવા ચરણમાં આ બાર મંત્રો ઉચ્ચારવામાં આવે છે.

આસન

સૂર્ય નમસ્કારને સમગ્ર યોગાસનોમાં સર્વશ્રેષ્ઠ પ્રક્રિયા ગણવામાં આવે છે. આ એક જ યોગનો અભ્યાસ સાધકને સંપૂર્ણ યોગ વ્યાયામનો ફાયદો પહોંચાડવા માટે સમર્થ છે. સૂર્ય નમસ્કારનો અભ્યાસ બાર ભિન્ન ભિન્ન સ્થિતિઓમાં કરવામાં આવે છે, જે નીચે દર્શાવવામાં આવેલ છે -

પહેલું ચરણ
(૧) બન્ને હાથોને જોડીને સીધા ઊભા રહો. નેત્ર બંધ કરો. ધ્યાન 'આજ્ઞા ચક્ર' પર કેંદ્રિત કરીને 'સૂર્ય ભગવાન'નું આહ્વાન 'ૐ મિત્રાય નમઃ' મંત્રના ઉચ્ચાર દ્વારા કરો.

બીજું ચરણ
(૨) શ્વાસ લેતાં લેતાં બન્ને હાથોને કાનને અડકે તે રીતે ઊપરની તરફ ખેંચો તથા ભુજાઓ અને ગર્દનને પાછળની તરફ ઝુકાવો. આ વખતે ધ્યાન ગરદનની પાછળ આવેલા 'વિશુદ્ધિ ચક્ર' પર કેન્દ્રિત કરો.

ત્રીજું ચરણ
(૩) ત્રીજી સ્થિતિમાં શ્વાસ ધીરે ધીરે બહાર કાઢતાં કાઢતાં શરીરને આગળની તરફ ઝુકાવો. હાથ ગરદનની સાથે, કાન સાથે અડકે તે રીતે નીચે લઇ જઇ પગની જમણી અને ડાબી બાજુએ જમીનનો સ્પર્શ કરો. ઘુંટણ સીધા રાખવાં. માથા વડે ઘુંટણનો સ્પર્શ કરતાં કરતાં ધ્યાન નાભિની પાછળ આવેલા 'મણિપૂર ચક્ર' પર કેન્દ્રિત કરતાં થોડી ક્ષણો એ સ્થિતિમાં રહો. કમર અને કરોડરજ્જુની સમસ્યાવાળા સાધકે આમ કરવું નહીં.

ચોથું ચરણ
(૪) આ સ્થિતિમાં શ્વાસ લેતાં લેતાં ડાબા પગને પાછળની તરફ લઇ જાઓ. છાતીને ખેંચીને આગળની તરફ તાણો. ગરદનને અધિક પાછળની તરફ ઝુકાવો. પગને તાણીને સીધા પાછળની તરફ ખેંચો અને પગના પંજાને ઊભા રાખી એ સ્થિતિમાં થોડો સમય રોકાવ. આ સ્થિતિમાં ધ્યાન 'સ્વાધિષ્ઠાન' અથવા 'વિશુદ્ધિ ચક્ર' પર લઇ જાઓ. મુખાકૃતિ સામાન્ય રાખો.

પાંચમું ચરણ
(૫) શ્વાસ ધીરે ધીરે બહાર નિષ્કાસિત કરતાં કરતાં જમણા પગને પણ પાછળ લઇ જાઓ. બન્ને પગની એડીઓ પરસ્પર મળેલી રાખો. પાછળની તરફ શરીરને ખેંચો અને એડીઓને જમીન પર લાવવાનો પ્રયાસ કરો. નિતંબોને વધારેને વધારે ઊપર ઉઠાવો. ગરદન નીચે ઝુકાવીને હડપચીને કંઠકૂપમાં અડકાડો. આ સ્થિતિમાં ધ્યાન 'સહસ્રાધાર ચક્ર' પર કેન્દ્રિત કરવાનો અભ્યાસ કરો.

છઠ્ઠું ચરણ
(૬) શ્વાસ લેતાં લેતાં શરીરને પૃથ્વીની સમાનાંતર રાખી, સીધા સાષ્ટાંગ દંડવત કરો અને પહેલાં ઘુંટણને, પછી છાતી પર અને પછી માથાના કપાળના ભાગને જમીન પર અડકાડો. નિતંબોને થોડા ઊપર ઉઠાવો અને શ્વાસ છોડી દો. આ સ્થિતિમાં ધ્યાન 'અનાહત ચક્ર' પર કેન્દ્રિત કરો અને શ્વાસની ગતિ સામાન્ય કરો.


સૂર્યનમસ્કાર અને શ્વાસોચ્છવાસ
સાતમું ચરણ
(૭) આ સ્થિતિમાં ધીરે ધીરે શ્વાસ લેતાં લેતાં છાતીને આગળની તરફ ખેંચતા જઇ હાથોને સીધા કરી દો. ગરદનને પાછળની તરફ લઇ જાઓ. ઘુંટણોને જમીન પર સ્પર્શ કરાવો તથા પગના પંજા ઊભા રાખો. મૂલાધાર ચક્રને ખેંચીને ત્યાં ધ્યાન કેન્દ્રિત કરો.

આઠમું ચરણ
(૮) શ્વાસ ધીરે ધીરે બહાર નિષ્કાસિત કરતાં કરતાં જમણા પગને પણ પાછળ લઇ જાવ. બન્ને પગની એડી પરસ્પર મળેલી રાખો. પાછળની તરફ શરીરને ખેંચાણ આપો અને એડીઓને જમીન પર લાવવાનો પ્રયાસ કરો. નિતંબોને વધારેમાં વધારે ઊપર ઉઠાવો. ગરદન નીચે ઝુકાવીને હડપચીને કંઠકૂપમાં લગાવો. આ સ્થિતિમાં ધ્યાન 'સહસ્રાધાર ચક્ર' પર કેન્દ્રિત કરવાનો અભ્યાસ કરો.

નવમું ચરણ
(૯) આ સ્થિતિમાં શ્વાસ લેતાં લેતાં ડાબા પગને પાછળની તરફ લઇ જાઓ. છાતીને ખેંચીને આગળની તરફ તાણો. ગરદનને વધારે પાછળની તરફ ઝુકાવો. પગ તંગ અને સીધા રાખી પાછળની તરફ ખેંચો અને પગના પંજા ઊભા રાખો. આ સ્થિતિમાં થોડો સમય રોકાવ અને ધ્યાન 'સ્વાધિષ્ઠાન ચક્ર' અથવા 'વિશુદ્ધિ ચક્ર' પર કેન્દ્રિત કરો. મુખાકૃતિ સામાન્ય રાખો.

દસમું ચરણ
(૧૦) આ સ્થિતિમાં શ્વાસ ધીરે ધીરે બહાર કાઢતાં કાઢતાં આગળની તરફ શરીર ઝુકાવો. હાથ ગરદન સાથે, કાનને અડકે તે રીતે નીચે લઈ જઇને પગની જમણી અને ડાબી બાજુએ જમીનનો સ્પર્શ કરો. ઘુંટણ સીધાં રાખો અને માથાના કપાળના ભાગને ઘુંટણનો સ્પર્શ કરાવીને ધ્યાન નાભિની પાછળ આવેલા 'મણિપૂર ચક્ર' પર કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરતાં થોડો સમય એજ સ્થિતિમાં રહો. કમર અને કરોડરજ્જુની તકલીફ ધરાવતા સાધકે આ કરવું નહિં.

અગિયારમું ચરણ
(૧૧) શ્વાસ લેતાં લેતાં બન્ને હાથોને કાનને અડકે તે રીતે ઊપરની તરફ ખેંચો તથા ભુજાઓ અને ગરદનને પાછળની તરફ ઝુકાવો. આ સ્થિતિમાં ધ્યાન ગરદનની પાછળના ભાગમાં આવેલા 'વિશુદ્ધિ ચક્ર' પર કેન્દ્રિત કરો.

બારમું ચરણ
(૧૨) આ સ્થિતિ બરોબર પહેલા ચરણની સ્થિતિ જેવી જ રહેશે.

સૂર્ય નમસ્કાર માટેની ઉપરોક્ત બાર સ્થિતિઓ વ્યક્તિના શરીરનાં સંપૂર્ણ અંગોની વિકૃતિઓને દૂર કરીને નિરોગી બનાવે દે છે. આ પૂરી પ્રક્રિયા અત્યાધિક લાભકારી છે. એનો અભ્યાસ કરનારના હાથ - પગનાં દર્દો દૂર થાય છે અને એમાં સબળતા આવી જાય છે. ગરદન, ફેફસાં તથા પાંસળીઓની માંસપેશીઓ સશક્ત થઇ જાય છે, શરીરની નકામી ચરબી ઓછી થઇને શરીર હલ્કું-ફુલ્કું થઇ જાય છે.

સૂર્ય નમસ્કાર દ્વારા ત્વચા રોગ સમાપ્ત થઇ જાય છે અથવા આ રોગ થવાની સંભાવના સમાપ્ત થઇ જાય છે. સુર્યનમસ્કારનો અભ્યાસ કરવાથી કબજિયાત આદિ ઉદર રોગ સમાપ્ત થઇ જાય છે અને પાચનતંત્રની ક્રિયાશીલતામાં વૃદ્ધિ થાય છે. આ અભ્યાસ દ્વારા આપણા શરીરની નાની - મોટી બધી નસ -નાડીઓ ક્રિયાશીલ બને છે, જેના કારણે આળસ, અતિનિદ્રા આદિ વિકાર દૂર થાય છે. સૂર્ય નમસ્કારની ત્રીજી અને પાંચમી સ્થિતિઓ સર્વાઇકલ તેમજ સ્લિપ ડિસ્કના રોગીઓ માટે વર્જિત છે.

Jun 7, 2015

vadodra DPEO ni website

  ગુજરાત માં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રૅ વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી અ‍ૅ પોતની આગવી વેબસાઇટ તા:૦૬/૦૬/૨૦૧૫ ના રોજ ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ ના હસ્તે ઉધાટ્ન કરવામાં આવી
              આ વેબસાઇટ પર પ્રાથમિક શિક્ષણ ના પરીપત્રો,નવા અભીયાનો અને પ્રાથમિક શિક્ષણ નવા પ્રવાહો ની જાણકારી મેળવી શકો છો.તેમજ વડોદરા  જિલ્લા  પ્રાથમિક  શિક્ષણ  ની  શાળાઓ  શિક્ષણ  ની  પ્રવુતિઓ  વિશે  જાણકારી  મેળવી  શકો  છો.
ખુબ  ખુબ  સુભેચ્છા........................વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી  શ્રી એમ.પી મેહતા સાહેબ ને.
 પ્રાથમિક શિક્ષણ નવા પ્રવાહો ની જાણકારી મેળવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો.

  • વેબસાઈટ મુલાકાત માટે click here

Jun 6, 2015

जानें कुछ ऐसे प्रोडक्ट्स के बारें में जिनकी बिक्री पर पूरे विश्व में बैन है लेकिन भारत में नहीं -

Jun 5, 2015

શાળા પ્રવેશોત્સવ આયોજન ફાઈલ

શાળા પ્રવેશોત્સવ આયોજન ફાઈલ

Sala praveshotshav ni aayojan file dwnld karva click here