Mar 27, 2015

ramnavami

रामनवमी.
રામ નવમી...રામ ભગવાનના જન્મદિન તરીકે મનાવવામાં આવે છે. રામ ભગવાન નો જન્મ ત્રેતા યુગ માં ચૈત્ર મહિના ની શુક્લ પક્ષની નવમી ના દિવસે થયો હતો. રામનવમી ના દિવસે મંદિર અથવા મકાન ઉપર ધ્વજા, પતાકા, તોરણ લગાવવાનું વિધાન છે. વ્રતના દિવસે લોકો કળશ સ્થાપના, ભજન, પ્રાર્થના, દાન, પુણ્ય, હવન, ઉત્સવ કરે છે. પૌરાણિક કાળ થી આ પ્રથા ચાલતી આવી છે. આ દિવસે લોકો સરયૂ નદી માં સ્નાન કરે છે.

ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શકિતઓ હાવી થવા લાગી ત્‍યારે શ્રી રામે તેમને પરાસ્‍ત કરવા માટે જન્‍મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્‍યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામના આ જન્‍મ દિવસને ઉત્તર થી દક્ષિ‍ણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની શરુઆત થયાની આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્‍યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાનાભાઈ ભાડું પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક બજાવવા સાથે પણ એક મર્યાદા પુરુષોત્‍તમ સાથે એક પૂર્ણ પુરુષનું અજરમાન જીવન વ્‍યતિત કર્યુ. આ રામનવમીના પાવન દિવસે સંવત ૧૮૩૭માં અયોધ્યા પાસેના છપિયા ગામમાં રાત્રે ૧૦-૧૦ કલાકે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું હતું. આથી જ આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના મંદિરોમાં એમનો જન્મોત્સવનો ઉત્સવ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે.
Ramnavami vise vadhu jnva click here