Mar 13, 2015


આવી ગયું Whatsapp Calling Feature, સૌથી પહેલાં એક્ટિવેટ કરો આ રીતે
Whatsapp યુઝર્સ માટે મોટી ખુશખબરી આવી રહી છે. ઘણાં લાંબા સમયથી કાગડોળે રાહ જોઈ રહેલા વૉટ્સઍપના યુઝર્સ માટે આખરે Whatsapp Calling Feature આવી જ ગયું છે. હા, ખરેખરમાં આ ફીચરનો હવે તમે તમારા વૉટ્સઍપમાં ઉપયોગ કરી શકો છો. વૉટ્સઍપનું અપડેટેડ વર્ઝન રિલીઝ થઈ ગયું છે, જેને ઇન્સ્ટોલ કરવાથી તમે વૉટ્સઍપ કોલિંગ શરૂ કરી શકો છો.
કૉલિંગ ફીચર એક્ટિવેટ કરવા માટે લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવું પડશે. ડાઉનલોડ કર્યા બાદ તમારે Security Settings માં જઈને Unknwown Sources થી ઍપ ડાઉનલોડ કરવાના સેટિંગને સિલેક્ટ કરવું પડશે. (એન્ડ્રોઈડ ફોનમાં બાય ડિફોલ્ટ ગૂગલ પ્લેસ્ટોર સિવાય કોઈ પણ .APK ફાઈલ ડાઉનલોડ કરવાની પરમિશન આપતું નથી જેથી સેટિંગ્સ મેન્યુઅલી ચેન્જ કરવું પડે છે.)
ત્યાર બાદ જ્યાં ડાઉનલોડ થઈ છે ત્યાં જઈને ક્લિક કરીને ઍપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો. ત્યાર બાદ રેગ્યુલર પ્રોસેસની જેમ જ તમારું વૉટ્સઍપનું લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ થઈ જશે. જેની પાસે વૉટ્સઍપનું લેટેસ્ટ વર્ઝન નહીં હોય અને તેને કૉલ કરશો તો આ પ્રકારનો મેસેજ મળશે.
હવે તમારા જે મિત્ર પાસે વૉટ્સઍપ કોલિંગ ફીચર એક્ટિવેટેડ હોય, તે તમને કોલ કરશે અને તમે એક્સેપ્ટ કરશો તો તમારા પાસે પણ આ ફીચર આવી જશે. કૉલ આવતાની સાથે તમારે ડાબી બાજુ બટન સ્ક્રોલ કરીને લીલા બટનથી જમણી બાજુ લાલ બટન સુધી જઈને કૉલ રીસીવ કરો.
કૉલ પૂર્ણ થયા બાદ આ ફીચર આપોઆપ તમારા એકાઉન્ટમાં એડ થઈ જશે. ત્યાર બાદ વૉટ્સઍપની સ્ક્રીનમાં CHATS અને CONTACTSની સાથે CALLSનું પણ ઓપ્શન દેખાશે. ઉપરાંત તમારા ફ્રેન્ડની ચેટિંગ વિન્ડોમાં પણ ઉપર કૉલનો આઈકન આવી જશે.
नवु वर्जन डाउनलोड करवा अहिं Click करो.