Apr 17, 2015

ભારતીય રેલ. ૧૬૨ વર્ષ.


ભારતની જીવાદોરી ગણાતી અને પ્રવાસ માટે સૌથી વધારે પસંદ કરાતા માધ્યમ, રેલવેએ દેશની સેવાના ૧૬૨ વર્ષ પૂરા કર્યા છે. ૧૮૫૩ની ૧૬ એપ્રિલે ભારતની પહેલી પેસેન્જર ટ્રેન દોડી હતી. તે ટ્રેન તે વખતના બોમ્બે અને થાણે શહેર વચ્ચે દોડી હતી અને એ સાથે જ ભારતમાં રેલવે સેવાનો જન્મ થયો હતો. ગ્રેટ ઈન્ડિયન પેનિન્સૂલા રેલવે (GIPR) દ્વારા તૈયાર કરાયેલી તે ટ્રેનને ત્રણ એન્જિનની મદદથી દોડાવવામાં આવી હતી. તે એન્જિનને સાહિબ, સિંધ અને સુલતાન નામ આપવામાં આવ્યા હતા. તે ટ્રેને ૫૭ મિનિટમાં ૨૧ માઈલનું અંતર પૂરું કર્યું હતું. રેલવે મંત્રાલયે ભારતીય રેલવેની સ્થાપનાના ૧૬૨મા દિન નિમિત્તે સોશ્યલ મિડિયા પર અનેક જૂની, ઐતિહાસિક અને દુર્લભ તસવીરો શેર કરી છે. ભારતીય રેલવે વિશ્વમાં સૌથી મોટા રેલવે નેટવર્ક્સમાંનું એક છે. તે ભારતમાં દરરોજ ૧૪,૩૦૦ ટ્રેન દોડાવે છે, એક કરોડ ૧૩ લાખ જેટલા મુસાફરોને સફર કરાવે છે અને એક કરોડ ૩૦ લાખ ટન જેટલા માલસામાનની હેરફેર કરાવે છે.

ભારતની સરકાર હસ્તકની રેલવે કંપની છે અને તે દેશના મોટા ભાગના રેલ પરિવહનની માલિકી ધરાવે છે તથા તેનું સંચાલન કરે છે. ભારત સરકારના રેલવે મંત્રાલયનું તેના પર નિયંત્રણ છે. વિશ્વના સૌથી વધારે વ્યસ્ત અને સૌથી મોટા નેટવર્કમાં ઈન્ડિયન રેલવેના માળખાનો સમાવેશ થાય છે અને દૈનિક 180 લાખથી વધારે મુસાફરો તથા 20 લાખ ટનથી વધારે માલ-સામાનનું તે પરિવહન કરે છે.  14 લાખ કરતાં વધુ કર્મચારીઓ સાથે તે વ્યાપારી કે ઉપયોગિતા ક્ષેત્રે વિશ્વનું સૌથી વિશાળ નોકરીદાતા છે. દેશના તમામ વિસ્તારોને આવરી લેતા રેલવે તંત્ર પાસે 6,909 સ્ટેશન છે અને આ તમામ માર્ગ પર૬૩,૩૨૭ કિલોમીટર (૩૯,૩૫૦ મા). રોલિંગ સ્ટોક મુજબ IR પાસે 200,000 વેગન(માલસામાનની હેરફેર માટે), 50,000 કોચ અને 8,000 એન્જિન છે.

ભારતમાં 1853માં રેલવેનો પ્રારંભ થયો હતો. ભારતના સ્વાતંત્ર્યના વર્ષ 1947 સુધીમાં બેતાળીસ રેલ સીસ્ટમ હતી. 1951માં રેલવેની સેવાઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તથા તેને એક છત્ર હેઠળ આવરી લેવાઈ, જેના લીધે વિશ્વના સૌથી મોટા નેટવર્કમાં તેની ગણતરી થવા માંડી. બ્રોડ, મીટર અને નેરો જેવા વિવિધ ગેજ સાથે IR લાંબા અંતરની અને ઉપનગરીય સેવાઓની કામગીરી નિભાવે છે. તે એન્જિન અને કોચ ઉત્પાદનના એકમોની માલિકી ધરાવે છે.


ઇતિહાસ

ભારતમાં રેલ માળખાની યોજના સર્વપ્રમથમ 1832માં બનાવવામાં આવી હતી, પરંતુ એક દસકા સુધી આ દિશામાં કોઈ પ્રગતિ થઈ નહી. 1844માં ભારતના ગવર્નર જનરલ લોર્ડ હાર્ડિંગે ભારતમાં રેલ માળખુ સ્થાપવા માટે ખાનગી ઉદ્યોગ સાહસિકોને મંજૂરી આપી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ (અને બાદમાં બ્રિટિશ સરકારે) જમીન પૂરી પાડવાની અને કામગીરીના પ્રારંભિક વર્ષો દરમિયાન પાંચ ટકા સુધીના વળતરની ખાતરી સાથેની યોજના દ્વારા ખાનગી રોકાણ ધરાવતી કંપનીઓને પ્રોત્સાહન આપ્યું. કંપનીઓ સાથે 99 વર્ષના ભાડાપટ્ટે લાઈનના નિર્માણ અને સંચાલનના કરાર કરવામાં આવ્યા હતા, જો કે આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા ખરીદીનો વિકલ્પ પણ ખુલ્લો રખાયો હતો.

બોમ્બે અને કલકત્તા નજીક પ્રાયોગિક ધોરણે લાઈનો નાંખવા અને તેનું સંચાલન કરવા માટે અનુક્રમે બે રેલવે કંપનીઓ ગ્રેટ ઈન્ડિયન પેનિનસ્યુલર રેલવે(Great Indian Peninsular Railway) (GIPR) અને ઈસ્ટ ઈન્ડિયન રેલવે(East Indian Railway) (EIR)ની સ્થાપના 1853-54માં થઈ હતી. રુરકીમાં કેનાલના નિર્માણ માટે માલ-સામાનના સ્થાનિક પરિહવન માટે 22 ડિસેમ્બર 1851ના રોજ ભારતમાં પ્રથમ ટ્રેનની શરૂઆત થઈ હતી.દોઢ વર્ષ બાદ 16 એપ્રિલ 1853ના રોજ બોમ્બેના બોરી બંદર અને થાણે વચ્ચે પ્રથમ પેસેન્જર ટ્રેન સેવાનો પ્રારંભ થયો. નું અંતર આવરી લેતા૩૪ કિલોમીટર (૨૧ મા), ત્રણ એન્જિન સાહિબ , સિંધ અને સુલતાન તેને ખેંચતા હતા.

1854માં ભારતના તત્કાલિન ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીએ ભારતના મુખ્ય વિસ્તારોને સાંકળવી લેવા માળખુ વિકસાવવાની યોજના બનાવી હતી. સરકાર દ્વારા ગેરંટીરૂપી પ્રોત્સાહનના કારણે રોકાણનો પ્રવાહ શરૂ થયો અને સંખ્યાબંધ નવી રેલ કંપનીઓની સ્થાપના થઈ, જેના કારણે ભારતમાં રેલ માળખાનો વ્યાપ ઝડપથી વધ્યો.ટૂંક સમયમાં દેશી રજવાડાઓએ પોતાની રેલવે સેવાઓનું નિર્માણ કર્યું અને આધુનિક રાજ્યો બનેલા આસામ, રાજસ્થાન અને આંધ્રપ્રદેશના વિસ્તારોમાં રેલ નેટવર્કનો ફેલાવો થયો. આ નેટવર્કના માર્ગનો વિસ્તાર 1860માંથી વધીને 1880માં - મોટા બાગે ભારતના મોટા બંદર શહેરો બોમ્બે, મદ્રાસ, અને કલકત્તાને આવરી લેતો હતો. મોટાભાગનું બાંધકામ ભારતીય કંપનીઓ દ્વારા થયું હતું. લાહોરથી દિલ્હી વચ્ચેની રેલવે લાઈન બી.એસ.ડી. બેદી એન્ડ સન્સ (બાબા સાહિબ દયાલ બેદી) દ્વારા કરાઈ હતી, જેમાં જમુના પુલનો પણ સમાવેશ થતો હતો. 1895 સુધીમાં, ભારતે પોતાના એન્જિનો બનાવવાનું શરૂ કર્યું અને 1896માં ભારતે યુગાન્ડા રેલવેને મદદ કરવા પોતાના એન્જિનયરો અને એન્જિન મોકલ્યા હતા.

વીસમી સદીની શરૂઆતમાં, ભારત પાસે વિશાલ રેલવે સેવાઓ હતી અને તેના સંચાલન તથા માલિકીમાં વૈવિધ્ય હતુ, મીટર તથા નેરોગેજ નેટવર્ક કાર્યરત હતું. 1900માં સરકારે GIPR નેટવર્ક પોતાને હસ્તક લીધું, જ્યારે કે કંપનીઓ પાસે તેનુ સંચાલન રહેવા દીધું. પ્રથમ વિશ્વયુદ્ધના આગમન સાથે બોમ્બે અને કરાચી બંદરો પરથી બ્રિટન, પૂર્વ આફ્રિકા, મેસેપોટેમિયા જેવા દેશોમાં હથિયારો અને અનાજના પરિવહન માટે રેલવેનો ઉપયોગ થવા માંડ્યો. પ્રથમ વિશ્વયુદ્ધના અંત સુધીમાં રેલવેને ભયંકર નુકસાન થયું અને તેની સ્થિતિ કથળી. 1923માં, બંને GIPR અને EIR બંનેનું રાષ્ટ્રીયકરણ કરાયું અને સંચાલન તથા માલિકી હક રાજ્ય હસ્તક આવી ગયા.

બીજા વિશ્વયુદ્ધમાં તમામ રેલ સામગ્રી મધ્ય પૂર્વ તરફ વાળવામાં આવી હોવાથી અને રેલવેના કારખાનાઓને હથિયારોના ઉત્પાદન એકમ બનાવી દેવાતા રેલવેને ગંભીર નુકસાન પહોંચ્યું  1947માં ભારતની આઝાદી સમયે, 40 ટકા જેટલી રેલવે નવસર્જિત રાષ્ટ્ર પાકિસ્તાનના ફાળે ગઈ. (સંદર્ભ આપો)ભારતના ભૂતપૂર્વ રજવાડાઓની 32 લાઈન સહિત કુલ બેતાળીસ અલગ રેલવે સીસ્ટમને એક એકમમાં ભેળવી દેવાઇ અને તેને ઈન્ડિયન રેલવેસ (Indian Railways) નામ આપવામાં આવ્યું. 1951માં પ્રવર્તમાન રેલવે નેટવર્કની વહેંચણી કરવામાં આવી અને 1952માં કુલ છ ઝોન અસ્તિત્વમાં આવ્યા. ભારતીય અર્થતંત્રમાં સુધારાની સાથે લગભગ તમામ રેલવે ઉત્પાદનોનું ભારતીયકરણ (ભારતમાં ઉત્પાદન) થયું. 1985 સુધીમાં સ્ટીમ (વરાળથી ચાલતા) એન્જિનો બંધ કરીને ડીઝલ તથા ઈલેક્ટ્રિક એન્જિનો શરૂ થયા. 1987 અને 1995ની વચ્ચે રેલવે આરક્ષણ સીસ્ટમનું કમ્યુટરાઈઝેશન થયું અને તેમાં એકરૂપતા આવી.