Jun 20, 2015

જાણો…બેટરીનું આયુષ્ય વધારવા માટેની ટિપ્સ, હવે નહીં થાય બ્લાસ્ટ…!!

જાણો…બેટરીનું આયુષ્ય વધારવા માટેની ટિપ્સ, હવે નહીં થાય બ્લાસ્ટ…!!

આજના ટેકનોલોજીથી ભરેલા આધુનિક જમાનામાં દરેક કંપનીઓ સારી અને વધારે આયુષ્ય ધરાવતી બેટરી ગ્રાહકોને આપવા પ્રયાસ કરી છે. કેટલાક સ્માર્ટફોનમાં તો 4000mAhવાળી દમદાર બેટરી આવે છે જે લાંબા સમયનો બેકઅપ આપે છે. કેટલીકવાર એવું બને છે કે, બેટરી વધારે ગરમ થઇ જાય છે અને ફૂટી જાય છે. આવા સમયે યુઝર્સ પાસે બેટરીની લાઇફ વધારવા કે ફૂટતી અટકાવાની પુરતી માહિતી હોવી જરૂરી છે.

આજકાલ બેટરી ફૂટવાની ઘટના સામાન્ય બની ગઇ છે. તેમછતાં મોબાઇલ યુઝર્સ તેની સાવધાની રાખતા નથી. ચાર્જીંગ દરમિયાન, વાત કરતી વખતે અથવા તો ખિસ્સામાં રાખી હોય તેવા સમયે બેટરી ફૂટીને બ્લાસ્ટ થાય છે. નવી બેટરી હોય તો ફૂટવાના બનાવ ઓછા બને પરંતુ જો જૂની બેટરી હોય તો ગમે ત્યારે ફૂટવાના ચાન્સ રહે છે.

મોબાઇલની બેટરી ફૂટતી અટકવવા માટેની ટીપ્સ

– ઉંધવાના સમયે યુઝર્સે મોબાઇલ પોતાની પાસે ના રોખવો જોઇએ, તેને દુર રાખો.
– મોબાઇલ જ્યારે ચાર્જીંગમાં હોય ત્યારે કોલ રિસીવ કે ડાયલ કરવો નહીં.
– બેટરીને પુરેપુરી ચાર્જ ના કરો, હંમેશા 10 ટકા ખાલી રાખો.
– કેટલાક યુઝર્સ આખીરાત મોબાઇલ ચાર્જ કરે છે, જેથી મોબાઇલ ફૂટવાનો ચાન્સ વધી જાય છે.
– જે કંપનીનો મોબાઇલ છે, તે કંપનીનું જ ચાર્જર વાપરો, નકલીથી દુર રહો.
– જે કંપનીનો મોબાઇલ હોય તે કંપનીની જ બેટરી વાપરો, નકલી બેટરીથી સાવધાન રહો.
– મોબાઇલને ગરમ જગ્યાથી દુર રાખો કારણ કે, ઓવરહીટીંગથી બેટરી ગમે ત્યારે બ્લાસ્ટ થઇ શકે છે.

જો ડિવાઇસને લાંબા સમય સુધી બંધ રાખવાના હોય તો

જે તમે તમારા ડિવાઇસને લાંબા સમય સુધી બંધ રાખવા માંગતા હોય તો દેખી લો કે ડિવાઇસની બેટરી 50 ટકા ચાર્જ છે કે નહીં. પછી જ ડિવાઇસને 32 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચા તાપમાને રાખો જેથી ડિવાઇસને 6 મહિના સુધી તમે ચાર્જ રાખી શકો છો.

અલ્ટ્રાફાસ્ટ ચાર્જરનો ઉપયોગ ટાળો

અલ્ટ્રાફાસ્ટ ચાર્જરની મદદથી આપણે ડિવાઇસને ઝડપથી ચાર્જ કરી શકીએ છીએ પરંતુ આનાથી બેટરીનું આયુષ્ય જલ્દી ઓછું થઇ જાય છે. હંમેશા રેગ્યુલર ચાર્જર જ વાપરો. અલ્ટ્રાફાસ્ટ અને પોર્ટેબલ ચાર્જરથી બેટરીનો ટૉકટાઇમ અને સ્ટેન્ડબાય ટાઇમ પણ ઘટે છે.

બેટરીને ક્યારેય ફૂલ ડિસ્ચાર્જ ન થવા દો

સામાન્યરીતે આપણે બેટરીનું ચાર્જીંગ 40થી 80 ટકાની વચ્ચે રાખવાનું હોય છે. એટલે કે, ડિસ્ચાર્જ બેટરીને પહેલા 40 ટકા ચાર્જ કરો અને ત્યારબાદ તેનું ચાર્જીંગ બંધ કરી દો અને થોડીવાર બાદ 80 ટકા સુધીનું ચાર્જીંગ કરો.

ઓવર ચાર્જીંગ ના કરો

ફોનને ફૂલ ચાર્જ થયા બાદ તેને ચાર્જીંગમાંથી કાઢી દો, વધારે સમય સુધી ચાર્જીંગમાં ના રાખો. કારણ કે મોબાઇલ કંપનીઓએ ચાર્જીંગની જે ગાઇડલાઇન નક્કી કરેલી છે, તેના કરતા વધારે ચાર્જ થશે તો બેટરી ગમે ત્યારે ફૂટી શકે છે.

નકલી ચાર્જરનો ઉપયોગ ટાળો

નકલી અને સસ્તા ચાર્જર ગમે ત્યારે હાનિ પેદા કરે છે. કેટલીકવાર અચાનક બેટરી ફૂટવાની ઘટનાઓ બને છે. આવી ઘટનાઓ પાછળનું કારણ નકલી ચાર્જરનું વધારે હોય છે.

તાપમાનનો ખ્યાલ રાખો

મહત્વની વાત તો એ છે કે, જો તમે 0 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપરના તાપમાને રહેતા હોય તો બેટરીનું આયુષ્યુ ઓછું થઇ જાય છે. તેવી જ રીતે ખુબ ગરમીની અસર પણ ડિવાઇસ પર પડે છે. એટલા માટે આપણા ટેબલેટ કે ફોનને સુરજની ગરમીથી દુર રાખો.


કેટલીક કંપનીઓ બેટરીમાં ઓવરહીટ ફ્યૂઝ નથી લગાડતી

હાલના સમયમાં સ્માર્ટફોન સ્લિમ
થવા માંડ્યા છે, જેના કારણે બેટરી પણ પાતળી થવા લાગી છે. બેટરી પાતળી થવાથી બેટરીની અંદરની પોઝીટીવ અને નેગેટીવ પ્લેટ્સ માટે પુરતી જગ્યા નથી રહેતી. કેટલીકવાર કંપનીઓ બેટરી બનાવવા માટે યોગ્ય ગાઇડલાઇનનો ઉપોયગ નથી કરતી. કેટલીક કંપનીઓ પૈસા બચાવવાની લ્હાયમાં બેટરીમાં ઓવરહીટ ડિસકનેક્ટ સર્કિટ ફ્યૂઝ નથી લગાવતી.

જ્યારે બેટરીના બ્લાસ્ટથી આખુ ઘર સળગી ગયું

બેટરી ફૂટવાના કારણે એક વ્યક્તિનું આખું ઘર સળગી ગયાનો બનાવ બન્યો હતો. હોંગકોંગમાં એક વ્યક્તિ જ્યારે તેના મોબાઇલ ગેલેક્સી એસ-4માં ગેમ રમી રહ્યો હતો. ત્યારે ઘરમાં આગ લાગી અને તેને ગભરાઇને મોબાઇલ સોફા પર ફેંક્યો તેના કારણે આખા ઘરમાં આગ લાગી ગઇ. જોકે, આગ લાગ્યા બાદ તે પોતાની પત્ની અને પાલતુ જાનવરને લઇને બહાર નીકળી ગયો હતો. પરંતુ આ ઘટનાના કારણે તેનું આખું ઘર બળીને ખાખ થઇ ગયું હતું.

સાભાર: દિવ્ય ભાસ્કર.