Feb 26, 2016

બંધ લેપટોપથી ચાર્જ કરો તમારો મોબાઇલ, આ છે ટ્રીક

"બંધ લેપટોપથી ચાર્જ કરો તમારો મોબાઇલ, આ છે ટ્રીક".
ઘણીવાર એવું થાય છે કે તમારા ફોનમાં બેટરી નથી હોતી અને તમારી પાસે ચાર્જ કરવા માટે ચાર્જ પણ ઉપલબ્ધ નથી હોતું. આવા સમયમાં તમે મૂંઝવણમાં હોવ છો કે હવે શું કરવું. જો અમે ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો ત્યાં લાઇટની સમસ્યા મોટે ભાગે જોવા મળે છે. પરંતુ, જો તમે શહેરમાં રહેતા હોય તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો તમારા ઘરમાં વીજળી ન હોય તો પણ તમે મોબાઇલ ચાર્જ કરી શકો છો. જો તમારી પાસે લેપટોપ હોય તો તમે તેની વીજળીનો ઉપયોગ કરી શકો છો.ઘણા ઓછા લોકો છે જે આવી રીતે પોતાનો ફોન ચાર્જ કરે છે. સામાન્ય રીતે જે લોકો લેપટોપથી ડેટા કેબલના માધ્યમે પોતાનો મોબાઇલ ફોન ચાર્જ કરે છે, તેમને ખબર હોય છે કે લેપટોપ બંધ થતા મોબાઇલ નું ચાર્જિંગ પણ બંધ થઈ જાય છે. પરંતુ, તમે જાણી લો કે લેપટોપ બંધ થતા પણ મોબાઇલને ચાર્જ કરી શકાય છે.જાણો કેવી રીતે?વિન્ડોઝ -7 કે તેની પછીની ઓપરેટિંગ સિસ્ટમ વાળા કમ્પ્યુટર માં ‘માય કમ્પ્યુટર’ પર ક્લિક કરો. ત્યારબાદ ‘પ્રોપર્ટીઝ’ પસંદ કરીને ‘ડિવાઈસ મેનેજર’ પર ક્લિક કરો. તમારા કમ્પ્યુટર પર ‘યુનિવર્સલ સિરીયલ બસ કન્ટ્રોલર્સ’ દેખાશે. જેના પર ક્લિક કરવાથી ‘USB રુટ હબ’ ખુલી જશે. તેના પર ક્લિક કરતા તમને ‘પાવર મેનેજમેન્ટ ટેબ’ પર ‘અલોવ કમ્પ્યુટર યુ ટન ઓફ ધીસ ડિવાઈસ ટુ સેવ પાવર’ લખેલું જોવા મળશે. આની સાથે ના એક બોક્સમાં જો ટીક માર્ક લગાવેલ હોય તો તેને હટાવી દેવું. આમ કરવાથી તમે તમારા ફોનને લેપટોપથી ત્યારે પણ ચાર્જ કરી શકશો જયારે તમારું લેપટોપ ઓફ હશે.આના માટે તમારે તમારા લેપટોપને હંમેશા પૂરેપૂરું ચાર્જ કરીને રાખવું પડશે, જેથી જરૂર પડતા તમે તમારા ફોનને ચાર્જ કરી શકો.