Mar 28, 2016

સ્માર્ટફોનને આખી રાત ચાર્જિંગમાં મૂકો તો શું થાય?


ઝાકરી ડેવિસ બોરેન: તમે ઘણાંને એવું બોલતા સાંભળ્યા હશે કે તમારો ફોન ફૂલ ચાર્જ થઈ જાય ત્યારે તેને ચાર્જિંગમાંથી હટાવી લેવો જોઈએ. જો તેમ ન કરવામાં આવે તો બેટરી ઓવરચાર્જ થાય છે અને તેના કારણે તેના પર્ફોમન્સ પર અસર પડે છે, તેમજ તેની આવરદા ટૂંકી થઈ જાય છે. પરંતુ આ વાતમાં સચ્ચાઈ કેટલી તે તમે જાણો છો? ચાલો જાણીએ કે ફોનને જો તમે આખી રાત ચાર્જિંગમાં મૂકી રાખો કે પછી તેની બેટરી ચાર્જ થઈ જાય તો પણ તેને ચાર્જિંગમાંથી ન હટાવો તો ખરેખર શું થાય છે?

ટેક્નોલોજી પર લખતા જેસે હોલિંગ્ટનનું કહેવું છે કે, તમે જો તમે તમારા ફોનને આખી રાત પણ ચાર્જિંગમા મૂકી રાખશો તો પણ તેની તમારી બેટરી પર કોઈ અસર નહીં પડે. જો તમે તમારા આઈફોન કે અન્ય કોઈ ફોનને 90 ટકા પણ ચાર્જ કરો તો પણ તમારી બેટરીને તેનાથી કોઈ નુક્સાન નહીં થાય. બીજી ભાષામાં કહીએ તો, આઈફોન હોય, એન્ડ્રોઈડ હોય કે પછી અન્ય કોઈ મોર્ડન ઈલેક્ટ્રોનિક ગેજેટ, તેમાં ઓવરચાર્જિંગ જેવું કશું હોતું જ નથી. લિથિયમ આયન કે લિથિયમ પોલિમર બેટરી એક વાર ફૂલ ચાર્જ થઈ જાય પછી તેની જાતે જ તે કટઓફ થઈ જાય છે, અને ચાર્જિંગની પ્રોસેસ પણ અટકી જાય છે. ખરેખર તો સ્માર્ટફોનની બેટરી પણ ફોન જેટલી જ સ્માર્ટ હોય છે. એપલ, સેમસંગ તેમજ અન્ય ટોચની બ્રાન્ડ્સના ગેજેટ્સ આ ફેસિલિટી ધરાવે છે.

સ્માર્ટફોનની બેટરી લિમિટેડ ચાર્જિંગ સાઈકલ ધરાવતી હોય છે. આઈફોનના કિસ્સામાં બેટરીની ચાર્જિંગ સાઈકલ 500 હોય છે, મતલબ કે તમે તેને ફૂલ ચાર્જથી ઝીરો ટકા ચાર્જ સુધી 500 વાર યુઝ કરી શકો છો. તમે જો બેટરીને ટૂકટે-ટૂકડે ચાર્જ કરશો તો ચાર્જિંગ સાઈકલ પણ તે જ પ્રમાણે ગણાશે. મોબાઈલની બેટરી અંગે એક એવી પણ માન્યતા પ્રવર્તે છે કે તમારે તેને ક્યારેક સો ટકા યૂઝ કરી દેવી જોઈએ, અને ફોન તેની જાતે ઓફ થાય પછી જ તેને ચાર્જ કરવો જોઈએ. જોકે, આ વાત પણ સાચી નથી. ખરેખર તો તેમ કરવાનો કોઈ અર્થ જ નથી. તેનાથી ફોનની બેટરીની ક્ષમતામાં કોઈ અસર નહીં પડે.

સૌજન્ય:- નવગુજરાત સમય
નવ ગુજરાત એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહિં કલીક કરો.