Jul 7, 2018

ચૂંટણીકાર્ડમાં છે કોઈ ભૂલ? તો મોબાઈલથી આ રીતે સુધારી શકાય

તમારા ચૂંટણીકાર્ડમાં છે કોઈ ભૂલ? તો મોબાઈલથી આ રીતે સુધારી શકાય

National Voter Services Portal website પર જવા Click here

પરંતુ પહેલા નીચેની સુચના વાચો...

દરેક લોકોએ પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ અને સરકાર બનાવવા માટે પોતાનું યોગદાન આપવું જોઈએ. આના માટે ચૂંટણીકાર્ડની જરૂરત હોય છે. સાથે વોટર લિસ્ટમાં નામ પણ હોવું જોઈએ. તમે સરળતાથી ચૂંટણીકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો, સાથે એપ્લિકેશન સ્ટેટસ જાણીને તમારૂ નામ મતદાર લિસ્ટમાં છે કે નહીં તે પણ તપાસી શકો છો. પરંતુ કેટલીકવાર કાર્ડ બની ગયા બાદ તેમાં કેટલીક સ્પેલિંગની ભૂલ રહી જાય છે. કેટલીકવાર ઘરનું એડ્રેસ ખોટુ છપાઈ જાય છે, તો ક્યારેક નામની સ્પેલિંગ ખોટી છપાઈ જાય છે. જો તમારી સાથે પણ આવું કઈ બન્યું હોય તો, તમે સરળતાથી ઓનલાઈન પોતાના ચૂંટણીકાર્ડની સ્પેલિંગ સુધારવા માટે અરજી કરી શકો છો. આના માટે આ રીત અપનાવી પડશે.

1 - National Voter Services Portal website પર જાઓ. પછી Correction of entries in electoral roll પર ક્લિક કરો. ડ્રોપ ડાઉન મેન્યુમાં પોતાની ભાષા પસંદ કરો અને જરૂરી જાણકારી જેમ કે રાજ્ય અને વિધાનસભા વિસ્તાર અથવા લોકસભા વિસ્તાર ભરો.

2 - હવે Please tick the entry which is to be corrected સુધી જાઓ. હવે તમે તે ડિટેલ પર ક્લિક કરો જેને તમારે સુધારવાની છે. તમે એકવારમાં એકસાથે વધારે ઓપ્શન પણ ક્લિક કરી શકો છો.

3 - જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરસો તો તે ફિલ્ડ ગ્રે રંગમાંથી સફેદ રંગમાં બદલાઈ જશે અને તમે જરૂરી ડિટેલ ભરી અને અપલોડ કરી શકશો. હવે બાકી પોર્મ ભરી દો અને સાથે પોતાની પર્સનલ જાણકારી જેમ કે મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી નાખવાનું ના ભૂલો.

4 - જેવું આ પૂરૂ થાય પેજના ટોપમાં રહેલ Submit બટન પર ક્લિક કરો

5 - હવે તમને એપ્લિકેશન ડિટેલની સાથે ઈમેઈલ મળશે. તમે આ ડિટેલનો ઉપયોગ તમારા ચૂંટણીકાર્ડ એપ્લિકેશન સ્ટેટસને ટ્રેક કરી શકશો.
 Direct website પર જવાા CLick here