Aug 13, 2015

જાણી જ લો…ખોવાઇ જાય બેન્ક પાસબુક કે પ્રોપર્ટી પેપર, આ છે પાછા મેળવવાના રસ્તા…!!

જાણી જ લો…ખોવાઇ જાય બેન્ક પાસબુક કે પ્રોપર્ટી પેપર, આ છે પાછા મેળવવાના રસ્તા…!!



મોટાભાગે લોકો પોતાની જરૂરીયાતના હિસાબથી અલગ-અલગ જગ્યાએ રોકાણ કરે છે. આ રોકાણ ઇન્શ્યોરન્સ પોલિસી, ફિકસ્ડ ડિપોઝિટ, કિસાન વિકાસપત્ર, મ્યુચ્યુઅલ ફન્ડ, પ્રોપર્ટી વગેરેમાં હોઇ શકે છે. રોકાણ કરતી વખતે ડોક્યુમેન્ટ્સ મળે છે, જેને દરેક વ્યક્તિ સંભાળીને રાખે છે, પરંતુ બેન્ક ડોક્યુમેન્ટ અને પ્રોપર્ટી પેપર જેવા જરૂરી દસ્તાવેજ જો ખોવાઇ જાય તો શું કરવું, એ લોકોને કદાચ ખબર નથી પડતી. મનીભાસ્કર આજે આપને જણાવી રહ્યું છે કે જો આપના બેન્ક ડોક્યુમેન્ટ કે અન્ય જરૂરી કાગળિયા ખોવાઇ જાય તો તેને પાછા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય.

આવો જાણીએ શું છે અલગ-અલગ ડોક્યુમેન્ટ્સને પાછા પ્રાપ્ત કરવાની રીતો…

૧. કેવી રીતે મળશે પ્રોપર્ટીના ડુપ્લીકેટ દસ્તાવેજ

પ્રોપર્ટીના ડુપ્લીકેટ દસ્તાવેજ મહત્વના હોય છે. જો આપ ક્યારેય પણ આ પ્રકારની મુશ્કેલીમાં આવી જાઓ, સૌથી પહેલા પોલિસની પાસે ફરિયાદ રજિસ્ટર કરાવો. ત્યાર બાદ બે નેશનલ ન્યૂઝપેપરમાં જાહેરાતો આપો. ત્યાર બાદ એફઆઇઆરની કોપી, છાપામાં આપેલી જાહેરાતનું કટિંગને સબ-રજિસ્ટ્રારની ઓફિસમાં જમા કરાવો. સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં ગયા બાદ આપને પ્રોપર્ટીના ડુપ્લિકેટ પેપરના બદલામાં આપવી પડતી ફી ભરવી પડશે. રજિસ્ટ્રાર ઓફિસમાં કાગળની પ્રક્રિયા પૂરી થયા બાદ પ્રોપર્ટી ડોક્યુમેન્ટની ડુપ્લીકેટ કોપી આપને ઇશ્યૂ કરી દેવાશે.

૨. ખોવાઇ ગયેલી બેન્ક પાસબુક પાછી મેળવવાના ઉપાય

બેન્ક પાસબુક ખોવાઇ જાય કે ગુમ થઇ જાય તો ડુપ્લીકેટ પાસબુક માટે સૌથી પહેલા બેન્કને સૂચિત કરવામાં આવે છે. ડુપ્લીકેટ પાસબુક માટે બેન્કમાં અરજી આપો. અરજીનું એક નિશ્ચિત ફોર્મેટ હોય છે. જેમાં તમારે તમારા ખાતા અને પર્સનલ જાણકારી આપવાની હોય છે. ડુપ્લીકેટ પાસબુક ઇશ્યૂ કરવામાં ઘણી બેન્ક સામાન્ય ચાર્જ વસૂલ કરે છે. તો ઘણી બેન્ક ચાર્જ વિના જ ડુપ્લીકેટ પાસબુક ફરી ઇશ્યૂ કરી દે છે. તો ઘણી સરકારી બેન્ક ડુપ્લીકેટ પાસબુક ઇશ્યૂ કરવા માટે એફઆઇઆરની કોપી પણ માંગે છે. જો કે, આ અનિવાર્ય નથી. ત્યાર બાદ બેન્ક આપની ડુપ્લીકેટ પાસબુક ઇશ્યૂ કરે છે.

૩. ઇન્શ્યોરન્સ પોલિસીના ડુપ્લીકેટ પેપર

ઇન્શ્યોરન્સ પોલિસીના ડુપ્લીકેટ દસ્તાવેજ પ્રાપ્ત કરવા માટે તમારે વીમા કંપનીમાં ડુપ્લીકેટ પેપર માટે અરજી કરવી પડશે.

૫. મ્યુચ્યુઅલ ફન્ડના ડુપ્લીકેટ પેપર

મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણના ડુપ્લીકેટ પેપર પ્રાપ્ત કરવા માટે તમારે એસેટ મેનેજમેન્ટ કંપની પાસે અરજી આપવાની રહેશે. ત્યાર બાદ એએમસી આપની પાસેથી બેન્ક ડિટેલ, પર્સનલ જાણકારી રોકાણ ખાતા નંબર માંગશે. પાન કાર્ડની એક કોપી પણ જમા કરાવવાની રહેશે. ત્યાર બાદ એએમસી આપને દસ્તાવેજ પૂરા પાડશે. સાથે જ દસ્તાવેજની એક કોપી આપ આપના રજિસ્ટર્ડ ઇમેલ પર મોકલી આપશે.

અહીં જાણો ડોક્યુમેન્ટ્સ ખોવાઇ જવાની ટેન્શનથી કેવી રીતે રહો દૂર

ડિજિટલ યુગમાં જાતને હાઇટેક રાખવાની સાથે જ ઇલેક્ટ્રોનિક ફોર્મેટનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. જેનાથી ડોક્યુમેન્ટ ખોવાઇ જવા કે ગુમ થઇ જવાનું ટેન્શન નહીં રહે. ડોક્યુમેન્ટ્સને ઇલેકટ્રોનિક ફોર્મેટમાં સુરક્ષિત રાખી શકાય છે. બધા સર્વિસ પ્રોવાઇડર કંપની રોકાણના ડોક્યુમેન્ટ્સને ઇલેકટ્રોનિક ફોર્મેટમાં રાખવાની સુવિધા આપે છે. આના બીજા ઘણાં ફાયદા છે. જેમ કે એડ્રેસ બદલવું, બેન્ક એકાઉન્ટ બદલવાનું કે નોમિનીનું નામ આપ સીધા બેન્ક એકાઉન્ટમાં બદલી શકો છો. આ કામો માટે કોઇ પરેશાની નહીં થાય. આ ઉપરાંત, જો આપની પાસે અગાઉથી કોઇ હાર્ડ કોપી હશે, તો તેને સ્કેન કરીને આપ તેને ઇમેલ પર સુરક્ષિત રાખી શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.